Kuvarbai Mameru Yojana। કુંવરબાઈ નુ મામેરુ યોજના

ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી  બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

Kuvarbai Mameru Yojana: ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈ નુ મામેરુ યોજના નામની યોજના શરૂ કરી છે.

About of Kuvarbai Mameru Yojana। કુંવરબાઈ નુ મામેરુ યોજના

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે.

કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 10000/- (દસ હજાર) DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

યોજનાનું નામ Gujarat Kuvarbai nu Mameru Yojana
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત દીકરીઓને
સહાયની રકમ-1 તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2 ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
માન્ય વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in
હેમપેજ Click કરો

કુવરબાઇનુ મામેરુ યોજના આવક મર્યાદા

સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/– અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

કુંવરબાઈ નું મામેરું યોજના શું છે?

કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

Kuvarbai Mameru Yojana Agenda 

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈ નું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો Kuvarbai Mameru Yojana યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈ નું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ । Documents Of Kunwar Bai Nu Mameru Yojana

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈ નું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી?

કુંવરબાઈ નું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  1. સૌપ્રથમ તમારે e Samaj kalyan પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.

  2. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.

  3. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.

  4.  Kuvarbai Mameru Yojana registration form
  5. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.

  6. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.

  7. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો

કુંવરબાઈ નું મામેરું યોજના ક્યાં રાજ્યમાં શરૂ છે?

આ યોજના આ સમયે માત્ર ગુજરાત રાજ્ય માં લાગુ કરવામાં આવી છે.

Official Website Click Here
તમારી અરજીનું સ્ટેટ્સ જાણો Click Here
New User? Please Register Here! Apply Here
New NGO Registration Apply Here
રજીસ્ટ્રેશન કરવા માટે ની પ્રોસેસ જાણો Click Here
Home Page Click Here

Download Kuvarbai Nu Mameru Yojana Form Pdf

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કુંવરબાઈ નું મામેરું યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે Kuvarbai Mameru Yojana નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *